Skip to main content
Settings Settings for Dark

કોરોનાની મહામારીમાં સુરક્ષાદળના જવાનો પણ લોકોની સેવામાં તત્પર

Live TV

X
  • છેલ્લા બેથી ત્રણ સપ્તાહ દરમિયાન દેશમાં કોરોના સંક્રમણ કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. સ્થિતિની ગંભારતા જોતાં સમગ્ર સરકારી મશીનરી પોતાના સાધનો સાથે ઝડપી કાર્યવાહી કરી રહી છે. કોરોના સામેની લડાઇમાં સશસ્ત્ર દળ પણ વૈજ્ઞાનિકો, આરોગ્ય નિષ્ણાતો, નાગરિક વહિવટી સાથે જોડાઇને કામ કરી રહ્યાં છે.

    છેલ્લા બેથી ત્રણ સપ્તાહ દરમિયાન દેશમાં કોરોના સંક્રમણ કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. સ્થિતિની ગંભારતા જોતાં સમગ્ર સરકારી મશીનરી પોતાના સાધનો સાથે ઝડપી કાર્યવાહી કરી રહી છે. કોરોના સામેની લડાઇમાં સશસ્ત્ર દળ પણ વૈજ્ઞાનિકો, આરોગ્ય નિષ્ણાતો, નાગરિક વહિવટી સાથે જોડાઇને કામ કરી રહ્યાં છે.  ત્રણેય સેના સાથે AFMS, DRDO, OFB, DPSUS, અને કેન્ટોનમેન્ટ બોર્ડ પણ કોરોના પીડિતની મદદ કરી રહ્યાં છે. લોકોને સશસ્ત્ર દળની ક્ષમતા ઉપર મોટો વિશ્વાસ અને ભરોષો છે. કોરોના સામે લડવા માટે સેનાને તાકિદની નાણાકીય છુટછાટ આપવામાં આવી છે. જેથી કોવિડ હોસ્પીટલોની સ્થાપના સાથે આરોગ્યના ઉપકરણો ની ખરીદી તેમજ સારસંભાળનું કામ ઝડપથી કરી શકાય. દેશમાં કોવિડ હોસ્પીટલોની તાકીદની જરૂરિયાતને જોતા સશસ્ત્ર દળ આરોગ્ય સેવા દિલ્હી, લખનૌ,બેંગલુરૂ અને પટણા, માં કોવિડ હોસ્પીટલો ઉભી કરી છે. રાજ્ય સરકારની માંગણી ઉપર દેશના અન્ય શહેરોમાં એવી હોસ્પીટલો તૈયાર કરવામાં આવી રહી છે. દેશના વિવિધ સૈન્ય હોસ્પીટલોમાં લગભગ 750 બેડ નાગરિક ઉપયોગ માટે અનામત રખાયા છે. જ્યારે AFMS એ 19 હોસ્પીટલ, 4 હજારથી વધુ બેડ અને 585 આઇસીયુ ઉપલબ્ધ કરાવ્યાં છે. ડીઆરડીઓએ નવીદિલ્હી, લખનૌમાં 500 અને અમદાવાદમાં 900 બેડવાળી હોસ્પીટલ તૈયાર કરી છે. રાજનાથસિંહે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે એએફએમએસે વિવિધ હોસ્પીટલોમાં ડોકટરો, પેરામેડિકલ સહિત ચિકિત્સાના વધારાના સ્ટાફને તૈનાત કર્યો છે. દેશમાં સેનાએ આરોગ્ય લક્ષી સામાન ની પૂર્તિ વધારવા માટે વાયુસેનાના વિમાન દેશ અને વિદેશની સતત ઉડાન ભરી રહ્યાં છે. વાયુસેનાના વિમાને 50 ઉડાન દ્વારા વિદેશથી એક હજાર 142 મેટ્રીક ટન ક્ષમતાના 61 ઓકસીજન કન્ટેનર લઇને આવ્યાં છે. આ પ્રમાણે દેશમાં 5 મે 2021 સુધીમાં 4 હજાર 527 મેટ્રીક ટન ક્ષમતાના 230 કન્ટેનરોને એરલીફ્ટ કરાયા છે. ઓકસીજનની ધટ પુરા કરવા માટે નૌસેના પણ જોરદાર કામ કરી રહી છે.આઇ.એન.એસ કલવાર વિવિધ દેશોમાંથી લિકવિડ ઓકસીજન ના ક્રાયોજેનીક કન્ટેનરો અને સબંધીત આરોગ્ય ઉપકરણો લાવવા તૈનાત કરાયા છે. રક્ષામંત્રી રાજનાથસિંહે કોરોના સામેની લડાઇમાં મંત્રાલય દ્વારા કરાયેલા કાર્યો અંગે આજે એક બ્લોગ લખી તેમને બિરદાવ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply