Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધીનું લોકડાઉન જાહેર

Live TV

X
  • રાજસ્થાન રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી છે. જે લોકડાઉન 10 મેની સવાર 5 વાગ્યા થી 24 મે ના સવારે 5 વાગ્યા સુધી કડક પ્રતિબંધ રહેશે.

    રાજસ્થાન રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી છે. જે લોકડાઉન 10 મેની સવાર 5 વાગ્યા થી 24 મે ના સવારે 5 વાગ્યા સુધી કડક પ્રતિબંધ રહેશે. જેમા જરૂરી સેવાને છોડીને બાકીનું બધુ બંધ રહેશે. આ સાથે લગ્ન સબંધી તમામ સમારોહ, તેમજ પ્રિતિ ભોજન વિગેરે 31 મે સુધી યોજી શકાશે નહિ. વિવાહ ઘરે જ અથવા કોર્ટ મેરેજ કરવાની પરવાનગી છે. જેમા ફક્ત 11 વ્યક્િ જ હાજર રહી શકશે.જેની વિગત પોર્ટલ ઉપર આપવાની રહેશે. રાજ્યમાં આરોગ્ય, અન્ય તાકિદની તેમજ આવશ્યક સેવાને છોડીને એક જિલ્લાથી બીજા જિલ્લા, એક શહેર થી બીજા શહેર, શહેર થી ગામ, ગામ થી શહેર જવા ઉપર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં આજથી કોરોના કરફ્યું લાગુ કરાયો છે. જે આગામી 10 દિવસ લાગુ રહેશે. આ દરમિયાન કલમ 144 લાગુ રહેશે. જરૂરી કામના કારણોસર ઘરો થી બહાર નિકળવાની પરવાનગી રહેશે. લગ્ન સહિત બહારના રાજ્યો થી આવનારાઓ સામેના તમામ પ્રતિબંધો લાદુ રહેશે. તેમા કોઇ ફેરફાર કરાયો નથી. હિમાચલ પ્રદેશે ધો. 10ની પરીક્ષા રદ કરી છે. દિલ્હીમાં કોરોના ઉપર અંકુશ લગાવવા માટે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા થી આવનારા તમામ લોકો માટે 14 દિવસ કોરોન્ટીન રહેવુ જરૂરી છે. આ પ્રતિબંધ આંધ્રપ્રદેશ અને તેલંગાણા થી કોઇપણ સાધન દ્વારા દિલ્હીમાં પ્રવેશ કરનારા માટે લાગુ રહેશે. દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ ગુરૂવારે રાત્રે આ સબંધમાં આદેશ ઇસ્યુ કર્યા છે. આ ઉપરાંત કેરળમાં 8 મે સવારે 6 વાગ્યાથી 16 મે સુધી લોકડાઉન લગાવવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply