કોરોનાનો બીજો ડોઝ લેવાનો છે તેમને પ્રાથમિકતા આપવા કેબિનેટમાં મુકાયો ભાર
Live TV
-
દેશમાં કોવિડ-19ની હાલની સ્થિતિને લઇને કેબિનેટ સચિવ રાજીવ કોબાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠક કરી હતી.
દેશમાં કોવિડ-19ની હાલની સ્થિતિને લઇને કેબિનેટ સચિવ રાજીવ કોબાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં કેબિનેટ સચિવે, જે લોકોને કોવિડ 19નો બીજો ડોઝ લેવાનો બાકી છે તેને પ્રાથમિક્તા આપવા ઉપર ભાર મૂક્યો હતો. વેક્સિન અંગે થઇ રહેલાં ખોટા પ્રચાર વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખરીદવામાં આવેલી વેક્સિન રાજ્યોની જનતા માટે છે. બીજા કોઇ ઉપયોગ માટે નથી. આ ઉપરાંત તેમણે મેડિકલ ઓક્સીજનનો ઉપયોગ તર્કસંગત રીતે કરવા ઉપર ભાર આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વેક્સિનના વિકાસ અને ઉત્પાદન માટે 2020માં નિષ્ણાતોનું એક ગ્રુપ બનાવ્યું હતું. એ જ રીતે વેક્સિનના વિતરણ માટે બીજુ ગ્રુપ બનાવ્યું હતું, જે મુજબ કામ ચાલી રહ્યું છે.
