છેલ્લા 24 કલાકમાં 24 લાખથી વધુ લોકોએ કોરોનાની વેક્સીન લીધી
Live TV
-
કોવિડ સામેના જંગમાં દેશે રસીકરણને મોરચે મહત્વપુર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. દેશમાં 17 કરોડ 52 લાખથી વધુ લોકોને વેક્સિન ડોઝ લાગી ચુક્યા છે.
કોવિડ સામેના જંગમાં દેશે રસીકરણને મોરચે મહત્વપુર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. દેશમાં 17 કરોડ 52 લાખથી વધુ લોકોને વેક્સિન ડોઝ લાગી ચુક્યા છે. મંગળવારે દેશભરમાં 24 લાખથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા. 18 વર્ષથી 44 વર્ષ વચ્ચેના 30 લાખ 39 હજારથી વધુ લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચુક્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 18 કરોડ વેક્સિન ડોઝ રાજ્યોને વિનામુલ્યે ઉપલબ્ધ કરાવ્યા છે. રાજ્યો પાસે હજી એક કરોડથી વધુ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યોને 9 લાખથી વધુ વેક્સિન ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
