Skip to main content
Settings Settings for Dark

દેશને કોવિડ સંકટમાં આંતરરાષ્ટ્રીય સહાયનો સિલસિલો જારી

Live TV

X
  • દેશને કોવિડ સંકટમાં આંતરરાષ્ટ્રીય સહાયનો સિલસિલો જારી છે. ઇઝરાયલથી કોરોના રાહત સામગ્રીની ત્રીજી ખેપ ભારત પહોંચી ચુકી છે.

    દેશને કોવિડ સંકટમાં આંતરરાષ્ટ્રીય સહાયનો સિલસિલો જારી છે. ઇઝરાયલથી કોરોના રાહત સામગ્રીની ત્રીજી ખેપ ભારત પહોંચી ચુકી છે. જ્યારે ઇજીપ્તથી પણ ત્રણ વિમાન તબીબી ઉપકરણો સાથે ભારત પહોંચ્યા હતા. બ્રિટિશ ઓક્સિજન કંપનીએ ભારતને 1 હજાર 350 ઓક્સિજન સિલીન્ડર્સ ભેટ રૂપે આપ્યા છે. બ્રિટસ ઓક્સિજન કંપની કુલ 5000 ઓક્સિજન સિલીન્ડર પુરા પાડવાની છે. કતાર અને ફ્રાન્સ તરફથી પણ ભારતને મદદ મળી રહી છે. ફ્રાન્સે સમુદ્રી રસ્તે મેડિકલ ઓક્સિજન પુરવઠો પુરો પાડ્યો છે. 40 ટન ઓક્સિજનની પ્રથમ ખેપ મુંબઇ પહોંચી ચુકી છે. નેધરલેન્ડે પણ મદદ પૂરી પાડી છે.  સિંગાપુરથી ઓક્સિજન કન્ટેનર અને ઓક્સિજન સિલીન્ડર લઇને આઇએનએસ ઐરાવત વિશાખાપટ્ટણમ પહોંચી ચુક્યું છે. કેન્દ્ર સરકાર તત્પરતા સાથે વિદેશી સામગ્રીનું રાજ્યોમાં વિતરણ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply