Skip to main content
Settings Settings for Dark

કોરોના અસર: આજથી દેશમાં વધુ 19 લેબોરેટરીને કાર્યરત કરાશે

Live TV

X
  • ચીનના વુહાનમાં કોરોના વાયરસના કહેરથી વિવિધ દેશો સહિત ભારતમાં પણ ખતરો મંડરાયો છે..ત્યારે ભારત સરકાર કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પૂર્ણ રીતે સજ્જ છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આ મામલાની દેખરેખ રાખી રહ્યા છે..

    સોમવારે દેશમાં કોરોના વાયરસના બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રાલય પૂર્ણ રીતે એલર્ટ થઈ ગયુ છે.દેશભરમાં કોરોના વાયરસની દહેશતને પગલે ભારત સરકારે ત્વરિત પગલા ભરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સમીક્ષા બેઠક કરી હતી.બેઠક બાદ પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે કોવિડ 19ને અટકાવવા તૈયારીઓની સમીક્ષા કરી છે..વિવિધ રાજ્યો અને મંત્રાલયો સાથે મળીને કામ કરી રહ્યા છે..જે ભારત આવતા લોકોની સ્ક્રિનીંગ કરવાથી લઈને તાત્કાલિક સારવાર સુધીની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે..ગભરાવવાની જરૂર નથી..

    જયપુરમાં ઈટલીના પર્યટક કોરોના વાયરસથી સંક્રમિત હોવાની સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત હોવાના કુલ 6 કેસ સામે આવ્યા છે..ત્યારે જીવલેણ કોરોનાએ દિલ્હી નજીક નોયડામાં પણ કહેર મચાવ્યો છે..કોરોના વાયરસના ભયના કારણે નોય઼ડાની બે શાળા બંધ કરી દેવાઈ છે..નોયડાની બે શાળામાં મંગળવારે આયોજિત થનારી પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી હતી.કારણ કે અહી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના પિતા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનુ સામે આવ્યુ હતુ.આરોગ્ય વિભાગે શાળાની મુલાકાત કરી હતી.સંક્રમિત વ્યક્તિના પરિવારજનોમાં પણ આ જ પ્રકારના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગે ત્વરિત કાર્યવાહી કરી હતી.આ પરિવારના તમામ સભ્યોને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..આ ઉપરાંત હાલમાં જ ઈટલીથી પરત આવેલા દિલ્હીનો એક નાગરિક કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું નિદાન થયુ હતુ.તેમણે આગરામાં ત્રણ દિવસ પહેલા એક સમારોહનું આયોજન કર્યુ હતુ.જેમાં નોયડાની એક શાળાના બે વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકો સામેલ થયા હતા.જે તમામમાં કોરાના વાયરસના લક્ષણો જોવા મળતા તેમને ગ્રેટર નોયડાના આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં દાખલ કરવામાં આવ્યા છે.

    કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણકારી મળતા ગૌતમબુદ્ધનગર જિલ્લા વહીવટી તંત્રએ 1000થી વધુ દેશી વિદેશી કંપનીઓને કોરોના વાયરસ એલર્ટની નોટિસ આપી છે.આ નોટિસમાં એવુ કહેવાયુ છે કે જો કંપનીનો કોઈ કર્મચારી વિદેશમાં ગયો હોય તો તેના ભારત પરત ફરવાની જાણકારી આરોગ્ય વિભાગને આપવામાં આવે..આગરામાં સેમ્પલ પરિક્ષણ દરમિયાન ભારે તાવના છ કેસ નોંધાયા છે.જે બાદ આ તમામને અલગ વોર્ડમાં રખાયા છે.આ તમામ છ લોકો દિલ્હીના એ 45 વર્ષીય દર્દીના સંપર્કમાં આવ્યા હતા જે સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું માલૂમ પડ્યુ હતુ...

    રાજસ્થાનમાં કોરોના વાયરસથી ફેલાયેલી સ્થિતિની કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે વિડિયો કોન્ફરન્સ દ્વારા આરોગ્ય અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.આરોગ્ય અધિકારીઓને સ્થાનિક હોટેલ અને ખાનગી હોસ્પિટલ સહિત દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.
    દિલ્હીની કેજરીવાલ સરકારે પણ કોરોના વાયરસ સામે લડવા દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

    ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઈટલી, ચીન, દક્ષિણ કોરિયા,ઈરાન, જાપાનના એવા નાગરિકો કે જેમણે 3 માર્ચ પહેલા નિયમિત વિઝા જારી કરાયા છે તે તમામ વિઝા રદ્દ કરી દેવાયા છે.તો બીજી તરફ વુહાનથી આવેલા 76 ભારતીયો અને 36 વિદેશીયો સહિત 112 લોકોને આઈટીબીપીના છાવલા  કેમ્પમાં રાખવામાં આવ્યા છે..કેમ્પના આવેલા લોકોનું કહેવુ છે કે તેઓનું પૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

    કોરોના વાયરસ સામે લડવા હવે વર્લ્ડ બેંક પણ સામે આવ્યુ છે..જરૂરિયાત મંદ દેશો માટે 12 અબજ ડોલરની આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી છે..વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસે કહ્યુ કે તેમનો લક્ષ્ય પ્રભાવી પગલા લઈ શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રહેશે..દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે 15 લેબોરેટરી ઉપલબ્ધ છે..અને આજથી વધુ 19 લેબોરેટરીને કાર્યરત કરવામાં આવી છે..તો આ સાથે જ ભારતના વૈજ્ઞાનિકોની એક ટીમ ઈરાન જઈ રહી છે.ઈરાનમાં એક લેબ શરૂ કરવામાં આવશે જેથી ઈરાનમાં રહેતા ભારતીયોની આ લેબમાં તપાસ કર્યા બાદ ભારત પરત લાવી શકાય..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply