Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસને લઈને સરકારે જાહેર કરી એડવાઈઝરી, આ દેશોના ઈ-વિઝા થશે રદ્દ 

Live TV

X
  • વિશ્વભરમાં કોરોના વાયરસને લઈને કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે ભારત સરકારે પણ આ અંગે એડવાઈજરી જાહેર કરી છે, જેમાં ટ્રાવેલ અંગે અને કોરોના વાયરસથી કઈ રીતે બચી શકાય તે અંગે માહિતી આપવામાં આવી છે. 

    કોરોના વાયરસના ભારતમાં પણ બે પોઝિટિવ કેસ નોંધાયા પછી કેન્દ્ર સરકાર સતર્કતાથી તેના પર કામ કરી રહી છે. મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. 

    આરોગ્ય મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે, જેના પ્રમાણે ઈટલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવનાર મુસાફરાનો ઈ વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. 3 માર્ચ બાદ આ દેશના કોઈપણ નાગરિકને ભારતના વિઝા આપી શકાશે નહીં. ઉપરાંત ભારતીયોને પણ બિનજરૂરી આ દેશોની યાત્રા રદ્દ કરવા કહેવામાં આવ્યું છે. 

    ઉપરાંત કોરોના વાયરસને લઈને સ્વચ્છતા અને સ્વસ્થતાના નિયમો જણાવવામાં આવ્યા છે. શું કરવું અને શું ના કરવું તે અંગે પણ એડવાઈઝરીમાં માહિતી આપવામાં આવી છે. ઉપરાંત કોરોના વાયરસ માટે 24 કલાકની હેલ્પલાઈન સુવિધા પણ ઉભી કરવામા આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply