કોરોના વાયરસથી ગભરાવાની નહીં, માત્ર ધ્યાન રાખવાની જરૂર છેઃ PM મોદી
Live TV
-
કોરોના વાયરસ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યું - કોરોનાથી ગભરાવવાની જરૂર નથી
વિશ્વભરમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે, અને હવે ભારતમાં પણ કોરોના વાયરસના બે પોઝિટીવ કેસ નોંધાયા છે. ભારતમાં એક દિલ્હી અને એક તેલંગણામાંથી થઈ બે કેસ નોંધાયા છે. હવે આ મામલે કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે.
સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, દેશના 21 એરપોર્ટ પર મુસાફરોની સ્ક્રિનિંગ થઈ રહી છે. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી અને સાથે તેમણે દેશની જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે, કોરોના વાયરસથી દેશને ગભરાવવાની જરૂર નથી. માત્ર અમુક બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, કોરોના વાયરસને લઈને તૈયારીઓનો તેમણે રિવ્યૂ કર્યો છે. મંત્રાલયો અને રાજ્યો એકસાથે મળી આ મામલે કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોની સ્ક્રિનીંગ થઈ રહી છે અને તમામ લોકોની મેડિકલ તપાસ થઈ રહી છે. કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી.
