દિલ્હી હિંસાઃ પોલીસ પર ફાયરિંગ કરનાર શાહરૂખની ધરપકડ
Live TV
-
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરનારા લાલ ટી-શર્ટ પહેરેલા શખ્સ શાહરૂખની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશના બરેલીમાં છુપાયેલા શાહરૂખની મંગળવારે ધરપકડ કરી લીધી છે. આરોપી યુવક શાહરૂખની જાણકારી મળ્યા બાદ પોલીસ અને સ્પેશલ સેલની 10 ટીમ તેની શોધખોળમાં લાગી ગઈ હતી. એવા અહેવાલો સામે આવ્યા હતા, કે ફાયરિંગ કરનારો યુવક શાહરૂખ ઉત્તરપ્રદેશમાં છુપાયેલો છે.
