PM મોદી નથી છોડી રહ્યા સોશિયલ મીડિયા, આખરે કર્યો ખુલાસો!
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને સમર્પિત કરશે જેમનાથી તેઓ પ્રભાવિત છે - મહિલા દિવસના અવસર પર શરૂ કરેલ આ અભિયાનમાં કોઈપણ વ્યક્તિ લઈ શકે છે ભાગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર રવિવારે સોશિયલ મીડિયાથી દૂર જવાનો સંકેત આપ્યો હતો. પીએમે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે આ રવિવારે હું ફેસબુક, ટ્વિટર, ઇંસ્ટાગ્રામ અને યુ ટ્યૂબ પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનો વિચાર કરી રહ્યો છું.
આ વિશે તમને જાણકારી આપતો રહીશ. પ્રધાનમંત્રી સતત સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાયેલા રહ્યા છે. પીએમ મોદી સોશિયલ મીડિયાના વિભિન્ન એકાઉન્ટ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા નેતા છે. તે હંમેશા સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરના લોકો સાથે સંપર્કમાં રહે છે.
ટ્વિટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5 કરોડ 33 લાખ ફોલોઅર્સ છે. પ્રધાનમંત્રીએ પોતાના આ નિર્ણય વિશે સંકેત આપ્યો તો દુનિયાભરમાં ફેલાયેલા તેમના ફોલોઅર્સે તેમને સોશિયલ મીડિયા ના છોડવાની અપીલ કરી છે. ટ્વિટર પર હેશટેગ નો સર અને હેશટેગ નો ટ્વિટર ઘણા સમય સુધી ટ્રેન્ડ થયું હતું.
