Skip to main content
Settings Settings for Dark

કોરોના : કેન્દ્રીય આરોગ્ય કલ્યાણ મંત્રાલયે હોમ આઇસોલેશન સંબંધિત નવા દિશા નિર્દેશ રજૂ કર્યાં

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસના ખૂબ જ ઓછા લક્ષણ ધરાવનાર દર્દીને, હોમ આઇસોલેશન સંબંધિત નવા દિશા નિર્દેશ રજૂ કર્યાં છે. સંક્રમણની શ્રૃંખલાને તોડવા માટે બધા જ શંકાસ્પદ અને પોઝેટિવ કેસના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાય છે. પરંતુ બહુ ઓછા લક્ષણો ધરાવતા દર્દી તેના ઘર પર જ હોમ આઇસોલેટ થઇ શકે છે. હોમ આઇસોલેશન એ દર્દીઓ માટે છે, જેમાં કોવિડ-19ના બહુ જ ઓછા લક્ષણો જોવા મળે છે. 

    રોગીના ઘરમાં સેલ્ફ આઇસોલેશનની પુરતી વ્યવસ્થા હોવી જરૂરી છે. તેમજ દર્દીની સારસંભાળ માટે, એક વ્યક્તિને રહેવું જરૂરી છે. આ સમય દરમિયાન હોસ્પિટલ સાથે સંપર્ક બનાવી રાખવો જરૂરી છે. ડોક્ટર દ્વારા આપેલા નિર્દેશ અનુસાર "HydroxyChloroquine" અને "Prophylaxis" લેવી જોઇએ. 

    તેમજ મોબાઇલ પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જોઈએ. આ ઉપરાંત દર્દીએ તેની સ્થિતિ વિશે ડિસ્ટ્રિક્ટ સર્વિલન્સ ઓફિસરને માહિતી આપવાની રહે છે. આ હોમ  આઇસોલેશન દરમિયાન દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં દુખાવો થાય, તો ડોક્ટરને જાણ કરવી અનિવાર્ય છે. આઇસોલેશન દરમિયાન જ જો બધા જ લક્ષણ બંધ થઇ જાય, અને ડોક્ટર સંપૂર્ણ સ્વસ્થ છે તેવું પ્રમાણ પત્ર આપી દે , ત્યારબાદ હોમ આઇસોલેશનને પૂર્ણ કરી શકાય છે. આ તમામ દિશા નિર્દેશ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply