પૂર્વોત્તરના 5 રાજ્ય કોરોના મુક્ત, અન્ય 3 રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી એકપણ કેસ નહીં : ડો. જિતેન્દ્ર સિંહ
Live TV
-
પૂર્વોત્તરના આઠમાંથી 5 રાજ્યો કોરોના મુક્ત થયાં છે, અન્ય 3 રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી. પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસમંત્રી ડો. જિતેન્દ્ર સિંહે પૂર્વોત્તર પરિષદના વરિષ્ઠ અધિકારીઓની સમીક્ષા બેઠકમાં આ જાણકારી આપી હતી.
દેશમાં કોવિડ-19 સંકટને ધ્યાને રાખીને પૂર્વોત્તર રાજ્ય એક પ્રભાવી અને અનુશાસિત સ્વાસ્થ્ય પ્રબન્ધનના મામલે એક મોડલ સ્વરૂપે ઉભરી આવ્યું છે. ઉત્તર પૂર્વી ક્ષેત્રમાં 5 રાજ્ય સિક્કિમ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા સંપૂર્ણ રીતે કોરોના મુક્ત બન્યા છે. જ્યારે અન્ય રાજ્ય આસામમાં 8 અને મેઘાલયમાં 11 તથા મિઝોરમમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ છે.
