પહેલીવાર 15 લોકોની ઉપસ્થિતિમાં ખુલ્યા કેદારનાથના કપાટ
Live TV
-
ગત વર્ષે 3 હજાર લોકોની હાજરીમાં કેદારનાથના કપાટ ખુલ્યા હતા. મુખ્ય પૂજારીએ પૂજા કરી ભગવાનને ભોગ ધરાવ્યો
કેદારનાથ ધામના કપાટ બુધવારે સવારે 6.10 મિનિટે ખુલ્યા હતા. ઉત્તરાખંડમાં આવેલા 1000 વર્ષ જુનું આ મંદિર દર વર્ષે 6 મહિના બંધ રહે છે. આ વખત કપાટ ખુોલત વખતે 15-16 લોકો ઉપસ્થિત હતા. ગત વર્ષ કપાટ ખોલવાના સમયે 3 હજારથી વધુ લોકોએ કેદરનાથના દર્શન કર્યા હતા. સવારે મુખ્ય પૂજારીને ભગવાન કેદારનાથની ડોલીની પૂજા કરી અને ભોગ ધરાવ્યો હતો. ત્યાર બાદ મંત્રોચાર સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. ત્યારબાદ પૂજારીએ મંદિરમની સફાઈ કરી પૂજા અને ભોગ ધરાવ્યો હતો.
