કોરોના વાઈરસનો પ્રકોપ યથાવત, ચાઇનાથી આવતા યાત્રીઓનું થર્મલ ચેકિંગ
Live TV
-
ચીનમાં કોરોના વાઈરસનો પ્રકોપ યથાવત છે. કોરોના વાઈરસથી 6 લોકોના મોત નીપજ્યા છે. ચીનમાં દિવસે અને દિવસે SARSથી ભળતાં કોરોના વાઈરસથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે.
ચીનમાં કોરોના વાઈરસનો પ્રકોપ યથાવત છે. કોરોના વાઈરસથી 6 લોકોના મોત નીપજ્યા છે. ચીનમાં દિવસે અને દિવસે SARSથી ભળતાં કોરોના વાઈરસથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે. ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપ બાદ સરકારે બધા જ એરપોર્ટ અને બંદરો પર હાઈએલર્ટ જાહેર કર્યા છે. વુહાન અને શેનર્જનમાં આ વાઈરસ વધી રહ્યો છે. વુહાન શહેરમાં 198 લોકો આ વાઈરસથી પ્રભાવિ છે. તો WHOએ કોરોના વાઈરસથી સુરક્ષા માટે સલાહ આપી છે. ભારતમાં કોલકાતા, દિલ્હી અને મુંબઈના એરપોર્ટ પર ચીનથી આવનારા પ્રવાસીઓનું સ્વાસ્થ્ય ચકાસવા આદેશ. સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશ મંત્રાલય પાસેથી એ નાગરિકોનું લિસ્ટ માંગ્યું છે જેમણે 31 ડિસેમ્બર સુધી ચીનના વિઝા માટે અરજી કરી છે. આવા પ્રવાસીઓનું કાઉન્સલિંગ કરવામાં આવશે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે કોલકાતા, દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર ચીનથી આવતા પ્રવાસીઓનુ હેલ્થ ચેકઅપ કરવામાં આવે. તેમને સૌથી પહેલા પ્રી-ઇમિગ્રેશન કાઉન્ટર પર લઇ જવામાં આવે, જ્યાં થર્મલ કેમરાથી તેમની તપાસ થશે.
