કોરોના વાયરસનો સામનો કરવાના પ્રયાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાભરમાં અગ્રેસર
Live TV
-
વૈશ્વિક ટેકનોલોજી કંપની અમેરિકી ડેટા રીસર્ચનું આ માનવું છે. ખતરનાક કોવિડ-19 સામે દુનિયાભરના ટોચના દસ પ્રભાવશાળી નેતાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ટોચ ઉપર છે
વૈશ્વિક કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં તમામ દેશ પોતપોતાની રીતે લડાઈ લડી રહ્યા છે. ભારત પણ કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં મજબૂતીથી ઊભો છે. આ વચ્ચે WHOથી લઈને ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનો દેશની પ્રશંસા કરી ચૂક્યા છે. કોરોના વાયરસનો સામનો કરવાના પ્રયાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાભરમાં અગ્રેસર છે. વૈશ્વિક ટેકનોલોજી કંપની અમેરિકી ડેટા રીસર્ચનું આ માનવું છે. ખતરનાક કોવિડ-19 સામે દુનિયાભરના ટોચના દસ પ્રભાવશાળી નેતાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ટોચ ઉપર છે. અમેરિકી ડેટા રીસર્ચ કંપની મોર્નિંગ કન્સલ્ટે કોરોનાની અમેરિકા ઉપર પડેલ અસરને લઈને એક રીસર્ચ કર્યું છે. આ તુલનાત્મક રીસર્ચમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દુનિયાના નવ મોટા દેશની રાષ્ટ્રીય અધ્યક્ષોની તુલના કરી છે. આ રીસર્ચમાં શોધવા પ્રયાસ થયો છે કે, કોરોના સામેની લડાઈમાં કયા દેશ અને તેના નેતાનું કામ કેવું રહ્યું છે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે પીએમને પત્ર લખીને કોરોનાને અટકાવવા સરકારના પગલાને બિરદાવ્યા છે. તેમાં ડિજીટલ ક્ષમતાનો વ્યાપક ઉપયોગ કરવામાં આરોગ્ય સેતુ એપના વખાણ કર્યા છે.
