પ્રધાનમંત્રી સોમવારે તમામ રાજ્યના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે
Live TV
-
દેશમાં લોકડાઉન લાગુ થયા બાદ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે તેમની ત્રીજીવાર વાતચીત થશે.
દેશમાં કોરોના વાયરસ સબંધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે 27 એપ્રિલે વિડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. દેશમાં લોકડાઉન લાગુ થયા બાદ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે તેમની ત્રીજીવાર વાતચીત થશે. દેશમાં પ્રથમવાર 14 એપ્રિલે લાગુ થયેલા લોકડાઉન 3 મે સુધી લંબાવાયું છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડિયો કોન્ફરન્સ 11 એપ્રિલે થઇ હતી.જેમા 13 મુખ્યમંત્રીએ લોકડાઉન વધારવાની માંગ કરી હતી. ચાર કલાક ચાલેલી વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ લોકડાઉન અંગે રાજયોના મુખ્યમંત્રીઓ પાસેથી તે વાતનો ફીડબેક મેળવ્યો હતો કે લોકડાઉન લંબાવવું જોઇએ કે પૂર્ણ કરવુ જોઇએ. વાતચીત દરમિયાન તમામ સીએમે લોકડાઉન લંબાવવા ની વાત રજુ કરી હતી.
