નેપાળના પીએમએ મદદ મોકલવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ભારત-નેપાળના સંબંધ હંમેશા મજબૂત છે
નેપાળના પ્રધાનમંત્રીએ આવશ્યક દવાઓ નેપાળ મોકલવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધન્યવાદ કહ્યા છે. તેના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ભારત-નેપાળ સંબંધ ન માત્ર મજબૂત છે. પરંતુ ખૂબ જ ધમિષ્ઠ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયરલેન્ડના પ્રધાનમંત્રી સાથે કોવિડ-19 મહામારી સંબંધે ટેલિફોન ઉપર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અનેક વૈશ્વિક મુદ્દે ભારત અને આયરલેન્ડના સમાન વિચાર છે. તેમણે કહ્યું કે, કોવિડ-19 બાદ વૈશ્વિક પડકારોનો સાથે મળી સામનો કરવા બંને દેશ, આરોગ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં ભાગીદારી મજબૂત કરવા કાર્ય કરશે. આયરલેન્ડના પ્રધાનમંત્રીએ આયરલેન્ડમાં સંક્રમણ સામે લડવા ભારતીય મૂળના ડોક્ટરો અને નર્સો દ્વારા નિભાવાતી ભૂમિકાને બિરદાવ્યું હતું.
