Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસ પર કેન્દ્રીય આરોગ્ય વિભાગની પ્રેસ : અત્યાર સુધીમાં કુલ 42,788 સેમ્પલના ટેસ્ટ કરાયા

Live TV

X
  • નોર્થ ઈસ્ટમાં ટેસ્ટિંગ લેબ વધારવા અપાઈ રહ્યો છે ભાર - આરોગ્ય મંત્રાલય

    કોરોના વાયરસને લઈને કેન્દ્રીય આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી..માહિતી આપતા આરોગ્ય અધિકારી લવ અગ્રવાલે જણાવ્યુ હતુ કે દેશમાં અત્યાર સુધીમાં કુલ 42,788 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે..દિલ્હી સરકારે જિલ્લા અધિકારીઓ , નગરનિગમ અને પોલીસને મહામારીને રોકવા જરૂરી આદેશ આપ્યા છે..જ્યા મકાન માલિક ડોક્ટરો અને નર્સોને મકાન ખાલી કરાવવા માટે મજબૂર કરી રહ્યા છે જે અંગે દિલ્હી સરકાર હવે આ મામલે કાર્યવાહી કરી રહી છે..વિદેશ મંત્રાલયે દેશમાં રાશનની વસ્તુઓ વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવા દક્ષિણ કોરિયા, તુર્કી અને વિયેટનામના નિકાસકારોને નક્કી કર્યા છે..N95 માસ્કની ઉપલબ્ધતા વધારવા માટે ડીઆરડીઓ સ્થાનિક નિર્માતાઓ સાથે મળીને
    કામ કરી રહ્યા છે..તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના એ તમામ દેશોના ભારતીય રાજદૂતો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી છે..કોરોનાને લઈને સમાજમાં ફેલાઈ રહેલી ભ્રમણા અને અફવાઓને પણ દૂર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે..123 લેબોરેટરીને ફંક્શનલ બનાવવામાં આવી છે..49 ખાનગી લેબને ટેસ્ટની મંજૂરી આપામાં આવી છે.ગઈકાલે ખાનગી લેબમાં 399 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે એમ્પાવર્ડ ગ્રુપ બનાવવામાં આવ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply