ભારતીય રેલવે COVID-19 સામે લડવા રેલવે કોચને આઈસોલેશન વોર્ડમાં તબદીલ કરશે
Live TV
-
રેલવેના ડબ્બાઓને એકાંત કોચના રૂપમાં બદલવામાં આવી રહ્યા છે , આપાતકાલની સ્થિતિમાં દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવાશે
દેશમાં ક્વારન્ટાઈનની સુવિધા વધારવા માટે 20,000 કોચને ક્વારન્ટાઈન વોર્ડમાં તબદીલ કરવા ભારતીય રેલવે દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે..આ ક્વારન્ટાઈન ડબ્બામાં 3.2 લાખ આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવશે..જેથી COVID-19 સંક્રમિત થનારા દર્દીઓના ઉપયોગમાં લઈ શકાય..રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી આ જાણકારી શેર કરી છે..રેલમંત્રીએ ટ્વીટર પર રેલવેના કોચને આઈસોલેશન વોર્ડના ફોટો પણ શેર કર્યા છે..શરૂઆતમાં 5000 કોચને તબદીલ કરવાની કાર્યાવાહી ચાલી રહી છે..જરૂર પડશે તો વધુ રેલવે ડબ્બાઓને આઈસોલેશન વોર્ડમાં તબદીલ કરાશે..કોચમાં મચ્છરદાની, મોબાઈલ અને લેપટોપ માટે ચાર્જિંગ પોઈન્ટ પણ હશે અને દવાઓ મૂકવા માટેની જગ્યા પણ
હશે.ઝોન વાઈઝ આ કોચને તૈયાર કરવામાં આવી રહ્યા છે..અને આ રીતે કોરોના સામે લડવા ભારત સરકારના રાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા પ્રયાસોમાં રેલવે પણ પોતાનું મોટુ યોગદાન આપવા જઈ રહ્યુ છે.
