Skip to main content
Settings Settings for Dark

કોરોના વિરોધી રસીકરણ : દેશમાં આજે રસીકરણનો ત્રીજો દિવસ

Live TV

X
  • દેશમાં આજે રસીકરણનો ત્રીજો દિવસ છે. ગઈકાલે રવિવારે 6 રાજ્યોમા કોરોના રસીકરણની કાર્યવાહી થઈ હતી. ગુજરાતમાં અઠવાડિયાના મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર એમ 4 દિવસ રસીકરણ કરાશે.આજે આંધ્રપ્રદેશ,અરૂણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મણિપુર, તમિલનાડુમાં મળીને , કુલ 553 સેન્ટરો પર રસીકરણ થયુ. તેમાં આંધ્રપ્રદેશમાં 308, તમિલનાડુ 165, કર્ણાટક 64, અરૂણાચલ પ્રદેશ 14,  તથા કેરળ અને મણિપુરમાં 1-1 સેશન યોજાયુ હતુ.. ગઈકાલે કુલ 17 હજાર 72 લોકોને આ રસીનો લાભ મળ્યો હતો. અત્યાર સુધી કુલ 2 લાખ 24 હજાર 301 લોકોને રસી આપી દેવાઈ છે. ભારતે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કુલ 2 લાખ 7 હજાર લોકોને રસી આપીને વિશ્વ રેકોર્ડ સ્થાપીત કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply