Skip to main content
Settings Settings for Dark

ભારત: કોરોના વિરોધી રસીકરણને વિશ્વના પ્રધાનમંત્રીઓ એ બિરદાવી

Live TV

X
  • વિશ્વ આખું કોરોના મહામારીની ઝપટમાં છે અને થોડા દિવસો પહેલા ભારતમાં રસીકરણ નો દોર શરૂ થયો છે .

    તેને અનુલક્ષીને  દેશમાં શરૂ થયેલા રસીકરણ અભિયાન બદલ વિભિન્ન દેશોના નેતાઓ ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે.

    શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેએ રસીકરણને મહત્વપૂર્ણ પગલું ગણાવી પ્રધાનમંત્રી મોદી અને સરકારને અભિનંદન આપ્યા છે.
    માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમદ સોહેલે શ્રી મોદી તથા સરકારને અભિનંદન પાઠવતા ભારત કોવિડને ખતમ કરવાના પ્રયાસમાં સફળ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
    ભુતાનના પ્રધાનમંત્રી લોતાય સેરીંગ અને નેપાળના વિદેશમંત્રી પ્રદિપકુમાર ગ્વાવલીએ પણ ભારત સરકારને દેશ વ્યાપી કોવિડ રસીકરણ અભિયાન શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા છે.

    દેશમાં શરૂ થયેલા રસીકરણ અભિયાન બદલ વિભિન્ન દેશોના નેતાઓ ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે.

    બ્રિટનના પ્રધાનમંત્રી બોરીશ જોન્સને કોવિડની રસીના ઉત્પાદન માટે ભારતે કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે

    તેમણે ભારતની કામગીરીને વખાણતા જણાવ્યું હતું કે, વિશ્વની રસીઓ પૈકી 50 ટકાથી વધુ રસીનો પુરવઠો ભારત પૂરો પાડે છે. શ્રી જોન્સને કહ્યું કે, કોવિડના રોગચાળાના આરંભથી જ તેને તેના સંક્રમણને રોકવા ભારત અને બ્રિટને સાથે મળીને કામગીરી કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply