ગુજરાત સહીતના રાજ્યો ને ટેકાના ભાવની ખરીદીમાં લાભ
Live TV
-
અત્યારે વિવિધ રાજ્યોમાં ડાંગર અને બીજા પાકો ની ખરીદ સિઝન ચાલુ છે .આ સમયે ખરીદ સીઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે કરાયેલી ખરીદીથી 79 લાખ ડાંગર પકવતા ખેડૂતોને લાભ મળ્યો છે .સરકારે જણાવ્યું છે કે, ચાલુ ખરીદ સીઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે એક લાખ છ હજાર કરોડના મુલ્યની કરાયેલી ખરીદીથી 79 લાખ ડાંગર પકવતા ખેડૂતોને લાભ મળ્યો છે.
કૃષિ મંત્રાલયે કહ્યું કે, લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી ચાલુ રહેશે.અત્યાર સુધીમાં ગુજરાત સહિત 20 રાજ્યોમાંથી 564 લાખ ટન ડાંગરની ખરીદી કરાઈ છે.
નોડલ એજન્સીઓ મારફતે સરકારે બે લાખ 96 હજાર ટન મગ, અડદ, સીંગદાણા અને સોયાબીનની ખરીદી કરી છે, જેમાંથી એક લાખ 59 હજાર ખેડૂતોને લાભ મળ્યો છે.
