Skip to main content
Settings Settings for Dark

કોરોના સામેની જંગમાં સંરક્ષણ મંત્રાલય અને ત્રણેય સેનાના પ્રયાસોની કેન્દ્રીય સંરક્ષણ મંત્રી દ્વારા સમીક્ષા

Live TV

X
  • કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા કોરોના સામેની જંગમાં સંરક્ષણ મંત્રાલય અને ત્રણેય સેનાના પ્રયાસોની સમીક્ષા કરી હતી.. તેમણે  જણાવ્યુ હતુ ,કે સશસ્ત્ર દળ અને સંરક્ષણ મંત્રાલય નાગરિક પ્રશાસનને દરેક સંભવ સહાય કરવામાં કોઇ જ કસર નહી રાખે..તમામ રક્ષા PSU અને આયુધ ફેક્ટરી બોર્ડની બધી સ્વાસ્થ્ય સુવિધાઓને સ્થાનિક કોવિડ પ્રભાવિત નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે..સંરક્ષણ મંત્રાલયના અધિકારી વિવિધ કાર્યોની પ્રગતિનુ નિરીક્ષણ કરી રહ્યા છે...તેમણે ઉમેર્યુ હતું કે,  દિલ્હીની  સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ હોસ્પિટલમાં આજે સાંજે વધુ 250 બેડ જોડવામાં આવશે.. તો લખનઉમાં પણ એક કોવિડ હોસ્પિટલ સ્થાપવા માટેનુ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે.. જે આવતા 5-6 દિવસમાં પૂર્ણ થઇ જશે..આ હોસ્પિટલ ઉત્તરપ્રદેશ સરકાર સાથે મળી સશસ્ત્ર દળ ચિકિત્સા સેવા એટલે કે A.F.M.S દ્વારા ચલાવવામાં આવશે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply