Skip to main content
Settings Settings for Dark

PM કેયર્સથી બનશે 551 ઓક્સિજન પ્લાન્ટ

Live TV

X
  • કોરોના મહામારીનો સામનો કરવા માટે સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. ઓક્સિજનની વધારે આપૂર્તિને સુનિશ્ચિત કરવા માટે પીએમ કેયર્સ ફંડથી સમગ્ર દેશમાં 551 પીએસએ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ દેશના તમામ જિલ્લા મુખ્યાલયોના સરકારી હોસ્પિટલમાં સ્થાપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્લાન્ટને ઝડપથી શરૂ કરવા માટેનો આદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પ્લાન્ટ જિલ્લા ધોરણે ઓક્સિજન આપૂર્તિ માટે મોટી સહાય કરશે. આ પ્લાન્ટની સ્થાપનાથી સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની આપૂર્તિ સરળ થશે. તો આ પહેલાં પીએમ કેયર્સ ફંડ હેઠળ દેશની હોસ્પિટલમાં 162 ઓક્સિજન પ્લાન્ટને સ્થાપિત કરવા માટે 201.58 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply