કોરોના સામે જંગ લડી રહેલા ભારતને મળી રહી છે આંતરરાષ્ટ્રીય મદદ
Live TV
-
કોરોના સામે જંગ લડી રહેલા ભારતને સતત આંતરરાષ્ટ્રીય મદદ મળી રહી છે.કોરોના સામેના જંગમાં ભારતને સતત અમેરિકાનો સાથ મળી રહ્યો છે.
કોરોના સામે જંગ લડી રહેલા ભારતને સતત આંતરરાષ્ટ્રીય મદદ મળી રહી છે.કોરોના સામેના જંગમાં ભારતને સતત અમેરિકાનો સાથ મળી રહ્યો છે.અમેરિકાથી 81 હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો આજે સવારે મુંબઈ પહોંચ્યો તો ઓસ્ટ્રેલિયાથી પણ વેન્ટિલેટર અને ઓક્સિજન જનરેટરની ખેપ આજે ભારત આવવા માટે રવાના થઈ ગઈ છે.ખાસ વિમાનમાં આ ખેપ રાજધાની દિલ્લી પહોંચશે.જેમાં એક હજાર 56 વેન્ટિલેટર અને 43 ઓક્સિજન જનરેટર સામેલ છે.આ ઉપકરણોને ભારતીય રેડ ક્રોસ સોસાયટી અને સ્થાનિય તંત્રની વચ્ચે વહેંચવામાં આવશે.ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી માજિસ પાઈનેએ કહ્યું કે નજીકના દોસ્ત અને રણનીતિક ભાગીદારના રૂપમાં ઓસ્ટ્રેલિયા આ પડકારજનક સમયમાં ભારતની સાથે ઉભું છે.આ સિવાય બ્રિટન, આયરલેન્ડ, કુવૈત, અને સંયુક્ત અમર અમિરાતથી પણ સતત મદદ પહોંચી રહી છે.ગઈકાલે સાઉદ અરબથી ગુજરાતના મુદ્રા પાર્ટે પર 140 મેટ્રિક ટન લેક્વિડ ઓક્સિજન જથ્થો આવી પહોંચ્યો હતો.જેને દિલ્લી માટે રવાના કરાયો હતો.
