Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન સાથે વર્ચુઅલ શીખર બેઠક કરી હતી

Live TV

X
  • બન્ને દેશ પોતાના દ્વિપક્ષી સબંધોને વ્યાપક રણનિતિક ભાગીદારીમાં બદલવા સંમત થયા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન સાથે વર્ચુઅલ શીખર બેઠક કરી હતી. બન્ને નેતાઓએ રોડમેપ- બે હજાર 30 નામના મહત્વકાંક્ષી દસ્તાવેજને અપનાવ્યો હતો. બન્ને દેશ પોતાના દ્વિપક્ષી સબંધોને વ્યાપક રણનિતિક ભાગીદારીમાં બદલવા સંમત થયા છે. દ્વિપક્ષી વેપારને આગામી 10 વર્ષમાં ડબલ કરવા બન્ને નેતાઓ સંમત થયા છે. બન્ને વચ્ચે મુક્ત વેપારની સમજુતીને આકાર આપવા માટે વ્યાપક સમજુતી બની છે. તેનાથી બન્ને દેશો વચ્ચે આગામી દાયકામા નાગરિકો વચ્ચે પરસ્પર સંમ્પર્ક, વેપાર, રક્ષા, જળવાયુ પરિવર્તન અને આરોગ્ય સેવા સહિત મુખ્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ મજબુત બનાવવામાં આવશે. બન્ને પ્રધાનમંત્રીઓએ ઉન્ન્ત વેપાર ભાગીદારી ની શરૂઆત કરી છે. તે મુજબ દ્વિપક્ષી વેપાર 2030 સુધી ડબલ થી વધુ કરવાનો લક્ષ રાખવામાં આવ્યો છે. આ પગલાથી બન્ને દેશોના નાગરીકોને પ્રત્પક્ષ અને અપ્રત્પક્ષ રોજગાર મળશે. બન્ને દેશોએ સમુદ્રી, આતંકવાદ, સાયબર સ્પેસ, રક્ષા અને સુરક્ષાના સબંધો મજબુત બનવા પર સંમત બન્યાં છે.બન્ને નેતાઓએ પરસ્પર અને વૈશ્વીક મુદે ચર્ચા કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply