Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં કોવિડની બીજી લહેર ઉપર કાબુ મેળવવા પ્રયાસ,ઓકસીજન એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી

Live TV

X
  • દેશભરમાં કોવિડની બીજી લહેર ઉપર કાબુ મેળવવા ભરપુર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ જગ્યાએ ઓકસીજન પહોચાડવા માટે ઓકસીજન એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ભારતીય રેલે દેશભરમાં એક હજાર 585 મેટ્રીક ટન થી વધુ લીકવીડ મેડિકલ ઓકસીજન પુરો પાડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 450 મેટ્રીક ટન ઓકસીજન દિલ્હી પહોચાડ્યો છે. ઓકસીજન કન્ટેનર વાહન પર જીપીએસ અને વીએલટી ડિવાઇસ અનિવાર્ય કર્યું છે. સમુદ્ર સેતુ બેની ઝુંબેશ હેઠળ બહેરીન થી આવી રહેલી 40 મેટ્રીક ટન ની સાથે દેશમાં રેમડેસિવિર નું ઉત્પાદન ત્રણ ઘણું કરવામાં આવ્યું છે. કોવિડ સામેની લડાઇ મજબુતીથી ચાલી રહી છે. દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે. ત્યારે ધણી જગ્યાએ મેડીકલ ની સુવિધા, બેડ અને ઓકસીજનની ઉપલબ્ધતા સુનિશ્ચીત કરાવવામાં આવી રહી છે. ભારતીય રેલવેએ દેશભરમાં વિવિધ રાજ્યોમાં 27 ઓકસીજન એક્સપ્રેસ ટ્રેન દ્વારા 103 ટેન્કો દ્વારા એક હજાર 585 મેટ્રીક ટનથી વધુ લીકવીડ મેડીકલ ઓકસીજન પહોચાડ્યો છે. ભારતીય રેલવે અસરગ્રસ્ત રાજ્યોને ઓછામાં ઓછા સમયમાં ઓકસીજન પહોચાડવા પ્રયત્નશીલ બન્યું છે. મંગળવારે વાયુસેનાએ વિવિધ જગ્યાએ ઓકસીજન પહોચાડવા ની કામગીરી કરી હતી. વાયુસેનાએ વિવિધ જગ્યાએ ઓકસીજન પ્લાન્ટ લગાવવા માટે ઉપકરણ  પહોચાડ્યાં હતા. તેમજ વિવિધ જગ્યાએ ઓકસીજન કન્ટેનર પહોચાડ્યાં હતાં. મંગળવારે નોર્થન બ્રિટનથી ભારતીય વાયુસેનાના વિમાનોએ ચેન્નઇમાં ખાલી ઓકસીજન સીલીન્ડર પહોચાડ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply