રેમડેસીવીર ઈંજેકશનનું સ્વદેશી ઉત્પાદન ત્રણ ગણું કરવાનું આયોજન-મનસુખ માંડવિયા
Live TV
-
કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વ અને હાલમાં ભારત વધારે સંક્રમિત છે અને તેના માટે કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે વેક્સિન, ઓક્સીજન અને રેમડેસીવીર ઈંજેકશનની માંગ વધી રહી છે.
કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, કોરોના સારવાર માટે જેની મોટી માંગ ઊભી થઈ છે તેવા રેમડેસીવીર ઈંજેકશનનું સ્વદેશી ઉત્પાદન ત્રણ ગણું કરવાનું આયોજન અમલમાં મુકાઇ ચૂક્યું છે.ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈ ચાલુ જ છે અને કોવિડના પરાજય સામે જિંદગીનો વિજય નિશ્ચિત છે.
