કોવિડ રોગચાળાના પગલે સંસદનું શિયાળુ સત્ર રદ
Live TV
-
કોવિડ રોગચાળાના પગલે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાશે નહી. સંસદ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં અંદાજપત્ર સત્ર દરમિયાન મળશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજનને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે તેમણે આ અંગે વિભિન્ન રાજનીતીક દળોના નેતાઓનો સંપર્ક કર્યો અને તમામ નેતાઓએ કોવિડ અંગે ચિંતા વ્યકત કરી શિયાળુ સત્ર નહી યોજવા જણાવ્યું. તેમણે કહયું કે કોવિડ વ્યવસ્થાપન માટે શિયાળાના મહિનાઓ મહત્વપુર્ણ છે. તેમણે કહયું કે સરકારે બને તેટલુ જલદી આગામી સત્ર યોજના ઇચ્છે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં જાન્યુઆરી ર૦ર૧માં અંદાજપત્ર સત્ર યોજવુ જ યોગ્ય છે. આ અંગે કોંગ્રેસે આપેલી પ્રતિક્રિયા અંગે તેમણે કહયું કે કોરોનાના પગલે કોંગ્રેસ ચોમાસુ સત્ર વહેલુ પુરુ કરવા માંગ કરી હતી અને હવે તે બીજા સત્રની માંગ કરી રહયાં છે.