નાણામંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીમાં મૂડી બજારના તજજ્ઞો સાથે અંદાજપત્ર પહેલા કર્યા વિચાર વિમર્શ
Live TV
-
નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી કેન્દ્રિય નાણાંકીય અંદાજપત્ર 2020-21 અંતર્ગત ગઇકાલે નવી દિલ્હીમાં મૂડી બજારના તજજ્ઞો સાથે અંદાજપત્ર પહેલા વિચાર વિમર્શ કર્યો છે. નાણામંત્રી સીતારમણનું આ ત્રીજું અંદાજપત્ર હશે.નાણા સચિવ ડોક્ટર એ.વી.પાંડે આર્થિક બાબતો વિભાગના સચિવ તરૂણ બજાજ, મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યનિયન તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રીએ ગઇકાલે ટોચના ઉદ્યોગપતિઓ સાથે અંદાજપત્ર પહેલા વિચાર-વિમર્શ કર્યો હતો. પરંપરા મુજબ નાણા મંત્રાલય વાર્ષિક અંદાજપત્ર રજૂ કરતા પહેલા ઉદ્યોગ અને વાણિજ્ય સંઘો, વેપારી એકમો તથા તજજ્ઞો સાથે અંદાજપત્ર પહેલાં વિચાર-વિમર્શ કરે છે.