દેશમાં કોવિડથી થતાં મૃત્યુનો દર વિશ્વમાં સૌથી ઓછો ૧.૪૪ ટકા છે,-કેન્દ્રીય આરોગ્ય સચિવ
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું છે કે દેશમાં કોવિડથી થતાં મૃત્યુનો દર વિશ્વમાં સૌથી ઓછો ૧.૪૪ ટકા છે. વિશ્વમાં આ દર ર.ર૬ ટકા છે. ભુષણે કહયું કે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૯પ ટકા થયો છે.તેમણે કહયું કે કોવિડ રસી સંબંધિત કાર્ય પર દેખરેખ રાખવા દેશમાં બહુસ્તરીય પ્રણાલી ઉભી કરાઇ છે. તેમણે કહયું કે કેન્દ્ર તથા રાજયોના ર૩ વિભાગોને રસીકરણ સંબંધિત કાર્ય સોપાયું છે. તેમણે કહયું કે વીજળીથી ચાલતા અને વીજળી વગરના કોલ્ડ-ચેન ઉપકરણો તથા તેમાં સુધાર માટે દિશાનિર્દેશ અપાઇ ગયા છે.તેમણે કહયું કે રસીકરણ અભિયાનમાં ર૯ હજાર કોલ્ડ ચેન કેન્દ્રો, ર૪૦ મોબાઇલ કુલરો, ૭૦ મોબાઇલ ફ્રીઝર, ૪પ હજાર બરફવાળા ફ્રીજ, ૪૧ હજાર ડીપ ફ્રીજ તથા ત્રણસો સૌર ફ્રીજનો ઉપયોગ કરાશે.