Skip to main content
Settings Settings for Dark

કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનું આયોજન બુથ સ્તર સુધી કરવામાં આવ્યું

Live TV

X
  • કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનું આયોજન બુથ સ્તર સુધી કરવામાં આવ્યું છે-આરોગ્ય મંત્રી હર્ષવર્ધન

    દેશના નાગરિકોને કોરોનાની રસીકરણમાં ભાગ લેવા માટે સરળતા રહે તેમાટે અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે . 
    આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને કહયું છે કે કોવિડ-૧૯ સામેના રસીકરણ અભિયાનનું આયોજન ચુંટણી પ્રક્રિયાને આધારે બુથ સ્તર સુધી કરવામાં આવ્યું છે. 
    ગઈકાલે એક ટવીટમાં શ્રી હર્ષવર્ધને કહયું કે, કુશળ કર્મચારીઓ વધારવા માટે એક વિશાળ કવાયત ચાલી રહી છે. ૭૧૯ જીલ્લાઓમાં પ૭ હજારથી વધુ સહભાગીઓએ તાલીમ પુર્ણ કરી છે અને અત્યાર સુધીમાં ૯૬ હજાર રસી આપનારાને તાલીમ આપવામાં આવી છે.
    મંત્રીશ્રી એ જણાવ્યું કે ખાસ રીતે ડીઝાઇન કરાયેલા રસીકરણ કેન્દ્રોમાં અલગ પ્રતિક્ષાખંડ, રસીકરણ રૂમ અને નિરીક્ષણ રૂમ હશે. સો લાભાર્થીઓને સેવા આપવા પાંચ સભ્યોની ટીમ છે અને વધારે લાભાર્થીઓ માટે વધારાના કર્મચારીઓ રહેશે. રસીકરણ પછી વિપરીત અસરની ઘટનાઓને પહોંચી વળવા માટે એનાફીલેકસીસ કીટસ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply