PM દ્વારા આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય માપ પદ્ધતિ સંમેલનનું ઉદઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય માપ પદ્ધતિ સંમેલનનું ઉદઘાટન કર્યું હતું.
આ સાથે તેમણે નેશનલ એટોમિક ટાઈમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્યને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.
આ ઉપરાંત રાષ્ટ્રીય પર્યાવરણ માનક પ્રયોગશાળાનો શિલાન્યાસ પણ કર્યો હતો.
આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે, નવા દાયકામાં આ શુભારંભ દેશનું ગૌરવ વધારનાર છે. 'કોઈ પણ શોધનો પ્રભાવ વાણિજ્યિક, સામાજિક અને આપણી સમજણને વધારે છે, કેટલીક વાર ભવિષ્યમાં અનુસંધાનના અન્ય સંભવિત ઉપયોગોનું અનુમાન લગાવી શકાય નહીં, પરંતુ આ સુનિશ્ચિત છે કે, રિસર્ચ ક્યારેય પણ બરબાદ જતું નથી. જેમ કે આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે, આત્મ અમર છે, તેવી જ રીતે શોધ પણ અમર છે.'
તેમણે કહ્યું હતું કે, 'આજે વૈશ્વિક નવાચાર રેંકિંગમાં ભારત ટોચના 50 દેશોમાં સામેલ છે. ભારતમાં ઉદ્યોગ અને સંસ્થાનોની વચ્ચે સહયોગને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.
તેમણે 'આત્મનિર્ભર ભારતને અનુલક્ષીને જણાવ્યુ હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, નહીં કે ફક્ત વૈશ્વિક માંગ છે, પરંતુ 'મેક ઈન્ડિયા' ઉત્પાદનોની વૈશ્વિક સ્વિકૃતિ પણ થાય. આપણે ગુણવત્તા અને વિશ્વનીયતાના આધારે બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત કરવા પડશે.
