ભારતમાં વિકસીત કોવિડ-19ની રસી અન્ય દેશોમાં વિકસીત કરાયેલી રસી જેટલી જ અસરકારક
Live TV
-
ભારતમાં વિકસીત કોવિડ-19ની રસી અન્ય દેશોમાં વિકસીત કરાયેલી રસી જેટલી જ અસરકારક છે એ
સરકારે કહ્યું છે કે, ભારતમાં વિકસીત કોવિડ-19ની રસી અન્ય દેશોમાં વિકસીત કરાયેલી રસી જેટલી જ અસરકારક છે.આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ની રસી સંબંધીત વિવિધ બાબતો અંગે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોની એક શ્રેણી પ્રકાશિત કરી છે. મંત્રાલેય કહ્યું કે, રસીની સુરક્ષા અને અસરકારકતા ચકાસવા માટે વિવિધ શ્રેણીમાં ટ્રાયલ કરવામાં આવ્યા હતા.
પ્રથમ તબક્કામાં વધુ જોખમવાળા પસંદ કરાયેલા સમૂહોને રસી આપવામાં આવશે. પ્રથમ સમૂહમાં આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં પચાસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને એકથી વધુ બિમારીવાળા પચાસ વર્ષથી ઓછી ઉંમરવાળા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રાલયે જણાવ્યું છે કે,આ રસી સ્વૈચ્છીક હશે પરંતુ સલાહ આપવામાં આવી છે કે, કોવિડ-19 રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે કોવિડ-19ની રસી લેવી જોઈએ.
જેનાથી પરિવારના સભ્યો, મિત્રો સહિત સહકર્મચારીઓને વાયરસના સંક્રમણથી બચાવવામાં મદદ મળશે.
