કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા જાહેર
Live TV
-
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે. પરિણામે સમગ્ર રાજ્યમાં તારીખ 14 મે 2021 થી ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણની કામગીરી મોકૂફ રાખવામાં આવશે. ડૉ. જયંતિ રવીએ એમ પણ જણાવ્યું છે કે, 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021 થી ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે. 18 થી 45 વય જૂથમાં જેમને એપોઈમેન્ટ અપાઈ ગઇ છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ આ ત્રણ દિવસો દરમિયાન રસીકરણની કામગીરી કરવામાં આવશે.
