દેશમાં આગામી સપ્તાહથી રશિયાની સ્પૂતનિક-વી વેક્સિન બજારમાં ઉપલબ્ધ થશે
Live TV
-
ભારતમાં કોરોનાના કહેર વચ્ચે એક મોટી ખુશખબર આવી છે. દેશમાં આગામી સપ્તાહથી રશિયાની સ્પૂતનિક -વી વેક્સિન બજારમાં ઉપલબ્ધ થશે. નીતિ પંચના સભ્ય ડો.પૌલે કહ્યું હતું કે આગામી સપ્તાહથી લોકોને સ્પૂતનિક વેક્સિન આપી શકાશે. જુલાઇ મહિનાથી સ્પૂતનિક વેક્સિનનું ભારતમાં ઉત્પાદન શરૂ થશે. દેશમાં ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં , કુલ 216 કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ થવાની આશા છે. તેમાં કોવેક્સિનના 55 કરોડ, 75 કરોડ કોવીશિલ્ડ, 5 કરોડ ઝાયડસ કેલિલા ડીએનએ, 20 કરોડ નોવા વેક્સિન, 10 કરોડ ભારત બાયોટેક નેસલ વેક્સિન તેમજ સ્પૂતનિક વેક્સિનના 15 કરોડ ડોઝનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય વિદેશી વેક્સિન પણ ઉપલબ્ધ રહેશે. દેશમાં અત્યાર સુધી આ 45 વર્ષથી ઉપરની ઉંમરના એક તૃતીયાંશ લોકોને કોરોના સુરક્ષા કવચ પૂરૂ પાડવામાં આવ્યું છે.
