દેશમાં કોરનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 37 લાખ ચાર હજાર 893 થઈ
Live TV
-
દેશ કોરના સામેની લડાઇ લડી રહ્યો છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યાં મુજબ દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 37 લાખ ચાર હજાર 893 છે. કુલ સંક્રમિતો પૈકી 15.41 ટકા કેસ સક્રિય કેસ છે. દેશમાં વીતેલા 24 કલાક દરમિયાન 4000 લોકોના મૃત્યુ નોંધાયા છે. કોરોના સંક્રમણને રોકવા માટે અનેક રાજ્યોએ કડક પગલાં લીધા છે. બિહારમાં 25 મે સુધી લોકડાઉનની જાહેરત થઇ છે તો મહારાષ્ટ્રમાં વધુ 15 દિવસ અર્થાત 1 જૂન સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં પ્રવેશ માટે આરટીપીસીઆર રીપોર્ટ હોવો જરૂરૂ છે. ઉત્તર પ્રદેશમાં રીકવરી રેટ 86 ટકા છે. દિલ્હીમાં પોઝિટિવ દર ઘટીને 14 ટકા થયો છે. રાજસ્થાનમાં બ્રિટિશ સ્ટ્રેન મળવાનો કિસ્સો સામે આવ્યો છે. હરિયાણામાં ઘેરઘેર જઇને ટેસ્ટ કરવાની યોજના ઘડાઇ રહી છે.જમ્મુ કાશ્મીરમાં 26 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત થયા છે.
