Skip to main content
Settings Settings for Dark

કોસ્ટારિકા-ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુને યુનિવર્સિટી ઓફ પીસે આપી ડોક્ટરેટની માનદ ઉપાધિ

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુએ કોસ્ટારિકાના રાષ્ટ્રપતિ કાર્લોસ એલ્બરાડો ક્વેસાદા સાથે મુલાકાત કરી હતી.

    ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત યુનિવર્સિટી ઓફ પીસે ડોક્ટરેટની માનદ ઉપાધિથી સન્માનિત કર્યા છે. આ સન્માન તેઓને ભારતમાં શાસનનો નિયમ, લોકશાહી અને સતત વિકાસમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે. વૈકેંયા નાયડુને આ ઉપાધિ કોસ્ટારિકાની રાજધાની સાનહોઝે સ્થિત મેરાટોર યુનિવર્સિટી ઓફ પીસના ડીને પ્રદાન કરી હતી. ઉપરાષ્ટ્રપતિ હજુ બે લેટિન અમેરિકી દેશ પરાગ્વે અને કોસ્ટારિકાના પ્રવાસે છે.આ માનદ ઉપાધિ મેળવનાર વેકૈંયા નાયડુ પ્રથમ ભારતીય છે. ભારત અને કોસ્ટારિકા વચ્ચે પ્રતિનિધિસ્તરની વાતચીત યોજાઈ હતી. જેમાં બંને દેશોના પરસ્પર સંબંધ મજબૂત બનાવવાના વિષયમાં ચર્ચા થઈ હતી.આ અગાઉ ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેંયા નાયડુએ કોસ્ટારિકાના રાષ્ટ્રપતિ કાર્લોસ એલ્બરાડો ક્વેસાદા સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સમજૂતી થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply