Skip to main content
Settings Settings for Dark

J&K-આતંકવાદીઓએ સેનાના એક જવાનનું અપહરણ કર્યું

Live TV

X
  • જમ્મુ - કાશ્મીરના ઘણા સેક્ટરોમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન

    જમ્મુ - કાશ્મીરના આતંકવાદીઓએ સેનાના એક જવાનનું તેના ઘરેથી અપહરણ કર્યું છે. સેનાના આ જવાનની ઓળખ મોહમદ યાસીનના રૂપમાં થઈ છે, તે મધ્ય કાશ્મીરના બડગામના કાઝીપુરા - ચાતુરાનો રહેવાસી છે. આ જવાન જમ્મુ - કાશ્મીર લાઈટ એન્ડ ફ્રન્ટી યુનિટમાં ફરજ બજાવતો હતો અને તે રજામાં પોતાના ઘરે આવ્યો હતો. પોલીસ આ બાબતની શોધખોળ કરી રહી છે. જમ્મુ - કાશ્મીરના ઘણા સેક્ટરોમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન ચાલુ છે. દરમિયાન કેરણી સેક્ટરમાં થયેલ ફાયરિંગમાં એક સુરક્ષા કર્મચારી ઈજાગ્રસ્ત બન્યાના સમાચાર છે. પોલીસ અને સુરક્ષાદળના સંયુક્ત શોધખોળ અભિયાન દરમિયાન થયેલી અથડામણમાં આ બનાવ બન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply