Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રાલયની પ્રેસ, પાકિસ્તાન ફેલાવે છે જુઠ્ઠાણું ,આતંકી સંગઠન સામે ભરે કડક પગલા

Live TV

X
  • આતંકવાદ સામે દુનિયાભરના દેશોને ગુમરાહ કરી રહ્યુ છે પાકિસ્તાન

    સરહદે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે ફરીએક વાર પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે...ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી હોવાનો આરોપ લગાવ્યો છે..વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે જો પાકિસ્તાન નવુ પાકિસ્તાન હોવાનો દાવો કરતુ હોય તો તેણે આતંકી સંગઠનો સામે નવુ એક્શન પણ લેવુ જોઈએ..તેમણે કહ્યુ કે પાકિસ્તાન સતત જુઠ્ઠાણુ ફેલાવવાનું કામ કરી રહ્યો છે.પાકિસ્તાને ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયની વાતનો અમલ કરતા આંતકી સંગઠનો સામે કડક પગલા ભરવા જોઈએ..રવિશકુમારે કહ્યુ કે પાકિસ્તાને જુઠ્ઠુ કહ્યુ કે તેણે અમારા એક નહી બે ફાઇટર વિમાન તોડી પાડ્યા..પાકિસ્તાનનો દાવો છે કે તેની પાસે પુરાવો છે..જો પાકિસ્તાન પાસે પુરાવો હોય તો તેને મિડિયા સમક્ષ કેમ નથી મૂકવામાં આવી રહ્યા..? અમે અમેરિકાને કહ્યુ છે કે તે આ બાબતની તપાસ કરે કે ભારત સામે એફ-16 વિમાનનો ઉપયોગ કરીને પાકિસ્તાને નિયમ અને શરતોનું ઉલ્લંઘન કર્યુ છે કે કેમ?

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply