ક્રિકેટ વિશ્વકપઃ ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું
Live TV
-
શમીની હેટ્રિક, હવે 27 જૂને વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે
ક્રિકેટ વિશ્વકપમાં અફઘાનિસ્તાનને ભારતે 11 રને હરાવ્યું.. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 49.5 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું..ભુવનેશ્વરના સ્થાને ટીમમાં આવેલા મોહમ્મદ શમીએ ઈતિહાસ રચ્યો હતો. છેલ્લી ઓવરમાં હેટટ્રિક ઝડપી હતી. ભારતે ટોસ જીતીને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 224 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવવા છતાં મેચ પર પક્કડ જાળવી રાખી હતી. શમી અને બુમરાહે ભારતના વિજયમાં નોંધપાત્ર યોગદાન આપતાં અનુક્રમે 4 અને બે વિકેટ ઝડપી હતી. 10 ઓવરમાં 39 રનમાં 2 વિકેટ ઝડપનાર બુમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબીએ લડાયક અડધી સદી ફટકારી હતી.2019ના વિશ્વકપમાં ભારતનો આ સતત ચોથો વિજય છે...આ જીત સાથે ભારત 5 મેચમાં 9 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. ભારત હવે 27 જૂને વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે.
