જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એક આતંકી ઠાર
Live TV
-
સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કરી આતંકવાદી પાસેથી હથિયાર અને દારૂગોળા મળવ્યા છે..
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં, બરીયારના જંગલોમાં, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ આ અથડામણમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સુરક્ષા દળને આતંકવાદી પાસેથી હથિયાર અને દારૂગોળા મળ્યા હતા. આ વિસ્તાર ઉરીથી 25 કિલોમીટરના અંતરે આવેલો છે. હાલમાં પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન અને અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં વધુ આતંકવાદી છૂપાયા હોવાની માહિતી છે, જેના પગલે કામગીરી ચાલી રહી છે
