Skip to main content
Settings Settings for Dark

ક્લિન ચીટ પર ચૂંટણી પંચની સ્પષ્ટતા

Live TV

X
  • અમુક માધ્યમોમાં આજે ચૂંટણી પંચ ની આંતરીક કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. જેને ટાળી શકાતી હતી..હું ,કોઈ પણ પ્રકારની ચર્ચાથી ભાગતો નથી. પણ દરેક વસ્તુનો ચોક્કસ સમય હોય છે.

    મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ જાહેરમાં  એક નિવેદન આપ્યું છે, કે, જરૂરી નથી કે આયોગના તમામ અધિકારીઓની વિચાર સરણી એક સમાન હોય. જો કે આ નિવેદન પાછળ નું મુખ્ય કારણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ને આચાર સહિંતા મામલે ચૂંટણી પંચ દ્વારા કલીનચીટ આપવા અંગે છે. આ ઉપરાંત સુનિલ અરોરાના નિવેદન માં કહેવા માં આવ્યું છે, કે, અમુક માધ્યમોમાં આજે ચૂંટણી પંચ ની આંતરીક કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. જેને ટાળી શકાતી હતી. વધુમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ કહ્યું છે કે તેઓ સાર્વજનિક વાતચીતથી ક્યારેય ભાગ્યા નથી. પણ દરેક વસ્તુ અને વાત ચીતનો યોગ્ય સમય હોય છે. નોંધનીય છે કે ચૂંટણી પંચના નિર્ણયો અંગે અને ચૂંટણી કમિશ્નર અશોક લવાસા દ્વારા લખવામાં આવેલા પત્ર ને લઈ ને મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ કહ્યું છે કે ચૂંટણી પંચના ૩ સભ્યો હોય છે અને ત્રણેય એકબીજાના ક્લોન નથી હોતા.  હું ,કોઈ પણ પ્રકારની ચર્ચાથી ભાગતો નથી. પણ દરેક વસ્તુનો ચોક્કસ સમય હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply