બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી
Live TV
-
બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ભારત સહિત બૌદ્ધ ધર્મને માનનારા દેશોમાં એક મોટા તહેવાર તરીકે કરવામાં આવે છે. આ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને પૂર્ણિમાના દિવસે જ તેઓ મહા પરિનિર્વાણ પામ્યા હતાં.
આજે બુદ્ધ પૂર્ણિમાં છે.. બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ભારત સહિત બૌદ્ધ ધર્મને માનનારા દેશોમાં એક મોટા તહેવાર તરીકે કરવામાં આવે છે. આ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને પૂર્ણિમાના દિવસે જ તેઓ મહા પરિનિર્વાણ પામ્યા હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ દેશ વાસીઓને, શુભકામના પાઠવી હતી. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું , કે, અહિંસા, શાંતિ , અને માનવતાની સેવાના મહાત્મા બુદ્ધનાં ઉપદેશોએ અનેક વ્યક્તિઓ પર અમીટ છાપ છોડી છે. ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે અહિંસા અને કરૂણાનો સંદેશ સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ જીવન જીવવા માટેની પ્રેરણા આપશે.
