વિપક્ષની પરિણામ બાદની રણનીતી માટે બેઠક
Live TV
-
આવતીકાલે અંતિમ તબક્કા નું મતદાન થવા જઈ રહ્યું છે. અને 23 મેના રોજ પરિણામ આવવાનું છે. આ દરમિયાન નવી સરકાર બનાવવા થનગની રહેલા વિપક્ષની ગતિ વિધીઓ તેજ થઈ ગઈ છે.
લોકસભા ચૂંટણી માટે આવતીકાલે અંતિમ તબક્કા નું મતદાન થવા જઈ રહ્યું છે. અને 23 મેના રોજ પરિણામ આવવાનું છે. આ દરમિયાન નવી સરકાર બનાવવા થનગની રહેલા વિપક્ષની ગતિ વિધીઓ તેજ થઈ ગઈ છે. આ ક્રમમાં આજે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આજે દિલ્લી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ચંદ્રાબાબુએ, J.D.U.ના નેતા શરદ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત વિપક્ષના તમામ મોટા નેતાઓ સાથે ચંદ્રાબાબુ નાઈડુ મુલાકાત લઈ રહ્યાં છે. પરીણામ બાદની રણ નીતિ પર ચર્ચા કરી રહ્યાં છે.
