Skip to main content
Settings Settings for Dark

લોકસભાના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાનનો પ્રારંભ

Live TV

X
  • લોકસભા ની ચૂંટણી ના સાતમા, અને અંતિમ ચરણમાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાનનો પ્રારંભ થઇ ગયો.. આ સાથે જ લોકશાહીના મહા પર્વ ની આજે સમાપ્તી થશે.

    લોકસભા ચૂંટણીમાં આજે 7મા અને છેલ્લાં તબક્કાનું મતદાન શરૂ થયું છે. જેમાં સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 59 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં ઉત્તરપ્રદેશની 13, પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 8, હિમાચલપ્રદેશની ચાર અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક સીટ માટે વોટિંગ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંસદીય સીટ વારાણસીમાં પણ આજે ચૂંટણી યોજાશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, મનોજસિંઘ, હરદીપપુરી, અશ્વિની ચોબે, હરસિમરન કૌર બાદલ અને અનુપ્રિયા પટેલનું રાજકીય ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે ચૂંટણી પંચે બધી જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ તબક્કામાં કુલ 918 ઉમેદવારો મેદાનમાં છે, અને 10 કરોડ કરતાં વધારે મતદારો એક લાખથી વધારે મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપોયગ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply