પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ બાબાના દર્શન કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના પણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ઉત્તરાખંડનાં પ્રવાસે છે. પ્રથમ દિવસીય મુલાકાતમાં આજે પ્રધાનમંત્રી મોદીએ કેદારનાથ બાબાના દર્શન કર્યા અને મંદિરના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના પણ કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી કેદારનાથ સ્થિત એક ગુફામાં ધ્યાન પણ કરવા જવાના છે. પ્રધાનમંત્રી કેદારપુરીમાં ચાલી રહેલા પુનઃનિર્માણના કાર્યોનું પણ નિરીક્ષણ કરશે.ઉલ્લેખનીય છે કે, પ્રથમવાર પીએમ મોદી કેદારનાથમાં રાત્રી રોકાણ કરવાના છે અને આવતીકાલે બદ્રીનાથ જશે જ્યાં ભગવાન બદ્રીનારાયણના દર્શન કરશે
