જમ્મુ - કાશ્મીરના પુલવામા ત્રણ આતંકી ઠાર
Live TV
-
પંચગામ વિસ્તારમાં આંતકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ભીષણ અથડામણ
દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના પંચગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં હિઝબુલના 3 આતંકવાદી ઠાર કરાયા હતા. સેના અને અર્ધ સૈનિક દળની ટીમે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. ત્યાર બાદ સુરક્ષાકર્મીઓને 3 આતંકવાદીઓએ ઠાર કર્યા હતા. આ સિવાય અનંતનાગમાં પણ એક અન્ય અથડામણના સમાચાર મળી રહ્યાં છે. જ્યારે શોપોર ખાતે પણ સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. જેમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતા. જેની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.
