ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારોને સંબોધન કર્યું
Live TV
-
દિલ્હી ભાજપા મુખ્ય કાર્યાલયથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારોને સંબોધન કર્યું
આજે દિલ્હી ભાજપા મુખ્ય કાર્યાલયથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારોને સંબોધન કર્યું. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપ સરકારને સફળથા પૂર્વક પાંચ વર્ષ પૂરા થવા સાથે ફરી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમિત શાહે પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન ભાજપની સિદ્ધિઓ વર્ણવી હતી અને લોકસભા 2019ની ચૂંટણીને એક પર્વ તરીકે ઉજવી હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જન મત તેમની સાથે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જે રીતે ચૂંટણી અભિયાન ચલાવવામાં આવ્યું તે જનતાનો આશીર્વાદ છે. રાફેલ અંગે પુછાયેલા સવાલમાં અમિત શાહે જવાબ આપતા જણાવ્યું કે રાફેલ મામલામાં એક આનાનો પણ ભ્રષ્ટાચાર થયો નથી. અમિત શાહે આ મંચથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વર્ષે એનડીએ 300 થી વધુ બેઠકો હાંસલ કરશે જેમાં કોઇ શંકા નથી. અમિત શાહે બુથ સ્તરેથી કાર્યકર્તાઓને જોડવા વિવિધ અભિયાનો ચલાવાયા અને લોકો સુધી પહોંચવા માટે કેવા કેવા પ્રયત્નો કરાયા અને કઇ રીતે ચૂંટણી પ્રચાર કરાયો તેની વિસ્તૃત માહિતી આપી હતી.
