પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બદ્રીનાથના દર્શને
Live TV
-
પ્રધાનમંત્રીની આ આધ્યાત્મિક યાત્રાને ધ્યાનમાં રાખીને મંદિર સમિતિ અને સ્થાનિક વહીવટીતંત્રએ વિશેષ તૈયારીઓ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની બે દિવસની આધ્યામિક યાત્રા પર છે. તેઓ આજે ભગવાન બદ્રીનાથના દર્શન કરશે. પ્રધાનમંત્રીની આ આધ્યાત્મિક યાત્રાને ધ્યાનમાં રાખીને મંદિર સમિતિ અને સ્થાનિક વહીવટીતંત્રએ વિશેષ તૈયારીઓ કરી છે. પી.એમ.ના આગમનને લઈને સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય ઉત્તરાખંડ યાત્રાના પહેલા દિવસે શનિવારે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. પી.એમ. એ કેદારનાથમાં ગઢવાલી વેશભૂષામાં એક અનોખા અંદાજમાં જ જોવા મળ્યા હતા. પી.એમ. મોદીએ માથા પર પહાડી ટોપી ધારણ કરી હતી અને બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. ગઈકાલથી પ્રધાનમંત્રી કેદારનાથ મંદિરથી બે કિલોમીટરના અંતરે આવેલી ધ્યાનગુફામાં ધ્યાન કરવા બેઠા હતા
